પોતાના વિસ્તાર અન્ય વિસ્તાર વ્યંઢળ દ્વારા પ્રવેશ કરવા અને ગુરુ શિષ્ય બાબતે ઝગડાનો વિવાદ વકર્યો
ગંજીવાડા માં રહેતા નિકિતા દ્વારા અવારનવાર માનસિક ત્રાસ અપાતા સામુહિક આપઘાત કરવાનું રટણ
Rajkot,તા.28
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના પ્રયાસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વ્યંઢળ વચે અવર નવાર નજીવી બાબતે ઝઘડો ચાલ્યો આવે છે અને પોતાના વિસ્તાર અન્ય વિસ્તાર વ્યંઢળ દ્વારા પ્રવેશ કરવા અને ગુરુ શિષ્ય બાબતે ઝગડા ચાલુ હોય છે બાબતે ઘંટેશ્વરમાં 25 વારીયા માં રહેતા વ્યંઢળએ ગઈકાલ રાત્રે બે વાગ્યે આસપાસ અક્કી સાથે 6 લોકોએ સામુહિક રીતે ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો અને અને સામુહિક રીતે આપઘાતનો પ્રયાસ કરનાર છ વ્યંઢળ ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સામે પક્ષે ગંજીવાડામાં રહેતા એક વ્યંઢળએ ફિનાઈલ પી લેતા તેમને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા થોડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ કરનાર દોડી ગયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં ઘટેશ્વર ના 25 વારીયા માં રહેતા વ્યંઢળએ (1) ખુશ્બુઇ ગોપીઇ ઉંમર વર્ષ 24 (2)સમીરાદે ગોપી ઉંમર વર્ષ 30 (3)બિંદિયાદે મીરાઈ ઉંમર વર્ષ 32 (4) ગોપીઈ મીરાઈ ઉંમર વર્ષ 30 (5) ટીની મીરા ઉંમર વર્ષ 30
(6)કલિયુઇ મીરા ઉંમર વર્ષ 24 રહે વર્ષીય વ્યંઢળ એ ગત રાત્રે બે વાગ્યે આસપાસ એક્કી સાથે સામુહિક રીતે ફીનાઇલ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી ઘંટેશ્વરમાં 25 વાગ્યામાં રહેતા વ્યંઢળએ સામુહિક આપઘાતમાં જણાવેલ કે ગંજીવાડામાં રહેતા
નિકિતા નામના વ્યક્તિને નશા કરે છે અને લુખા અને આવારા તત્વો સાથે રાખે અને ફોન દ્વારા ધમકીઓ મારે છે જેના કારણે નિકિતા ના ત્રાસથી ફિનાઈલ પીધી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે આ અંગે સામા પક્ષે નિકિતા દ્વારા ગઈકાલે સાંજે 8 વાગ્યા આસપાસ ફીનાઇલ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે નિકિતા દે દ્વારા ઘંટેશ્વર માં રહેતા ખુશ્બુઈ ગોપીઇ સહિતના લોકોના ત્રાસથી ફીનાઇલ પીવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે સામુકિક ઘટના ની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે અને સામા પક્ષે નિકિતાદે આપઘાત ના પ્રયાસ માટે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે એમ બંને પક્ષો સામ સામે ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામી છે અને આ અંગે પોલીસ દ્વારા સત્ય જાણવા પ્રયાસો કરી રહી છે

