Junagadh,તા.16
નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કલામહાકુંભની જિલ્લા સ્તરીય વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરતાં કુલ 80 વિદ્યાર્થીઓએ 12 વિવિધ સ્પર્ધાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલા વિજેતાઓની વિગતો મુજબ – સ્કૂલ બેન્ડ, લોકનૃત્ય, ગરબા, એકપાત્ર અભિનય, ભજન, શાસ્ત્રીય કંટ સંગીત અને કથકમાં પ્રથમ, ગઝલ શાયરી, લગન -ગીત, વકૃત્વકલા, શાસ્ત્રીય કંટ સંગીત અને ચિત્રકલામાં બીજો ક્રમ, તેમજ સ્કૂલ બેન્ડ અને સુગમ સંગીતમાં ત્રીજો ક્રમ મેળવ્યું આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ હવે જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને સૌરાષ્ટ્ર ઝોન સ્તરીય સ્પર્ધાઓમાં ભાગ લેશે.
આ સિદ્ધિનો શ્રેય નોબલ, યુનિવર્સિટીના કલ્ચરલ કોઓર્ડિનેટર ડો. પ્રતિક્ષા ગુરવને જાય છે જેમણે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું. તેમજ હ/ભ ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ્સ વેલફેર આકાશ પૂજારીએ વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવીને તેમને આગળ પણ ઊંચાઈ સર કરવા પ્રોત્સાહિત કર્યા, નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ કોટેયા, મેનેજીંગ ટ્રસ્ટી વી.પી.ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી.પંડ્યા, એસોસિયેટ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેસિયા, એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેયા, એસોસિયેટ મેનેજિગ ટ્રસ્ટી મનીષ ત્રિવેદી, એસોસિયેટ કો-મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થ પંડ્યા, પ્રોવોસ્ટ ડો. એચ. એન. ખેર,રજીસ્ટાર ડો. જય તલાટી દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.