London, તા.5
પાંચમી ટેસ્ટની અંતિમ સવારે ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પોતાની ટીમ માટે સરળ જીતની કલ્પના કરી હતી, પરંતુ તેણે સ્વીકાર્યું કે સિરાજની બોલ્ડ બોલિંગે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા ઇંગ્લેન્ડના ’પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરાયેલા બ્રુકે કહ્યું, “જ્યારે જો રૂટ અને હું બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમારી ઇનિંગ્સ સારી ચાલી રહી હતી, પરંતુ આ શ્રેણીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને ફિનિશિંગ પણ એ જ હતું. હું શક્ય તેટલી ઝડપથી મેચ પૂરી કરવા માંગતો હતો.” તેણે કહ્યું, “મેં શ્રેણીમાં સારું રમ્યું, પરંતુ મને જીત ન મળવાનો અફસોસ થશે.”
સિરાજની પ્રશંસા કરી
બ્રુકે કહ્યું, ‘મને લાગ્યું હતું કે આપણે સરળતાથી જીતી જઈશું, પરંતુ જે રીતે મોહમ્મદ સિરાજે બોલિંગ કરી, તે આ સફળતાને પાત્ર હતો. તેણે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તેને પૂર્ણ પણ કરી.’