Tamil Nadu,તા.01
તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફેકટરીઓમાં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે અને અહીના વિખ્યાત શિવાકાશી વિસ્તારના વિધુનગર જિલ્લામાં આજે એક ફટાકડાની ફેકટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થતા છ કામદારો માર્યા ગયા હતા અને ચારને ઈજા થઈ હતી.
ગોકુલેશ ફાયર વર્ક નામના આ કારખાનામાં 50 જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા તે સમયે જ અચાનક જ મીકસીંગ રૂમમાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને આસપાસના આઠ રૂમની દિવાલો પણ તૂટી પડી હતી.
જેમાં છ કારીગરોના મૃત્યુ થયા છે જયારે અન્ય ચારને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. મૃત્યુ પામેલામાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.