Veraval,તા.6
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, તાલાલા, સુત્રાપાડા વિસ્તારમાં વીજ ચોરી અંગે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરતા રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને 732 જેટલા વીજજોડાણો ચેક કરેલ જે પૈકી 209 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂા.61.02 લાખની દંડનીય આકારણીના બિલો ફટકારવામાં આવતા પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એસ એચ રાઠોડ, વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર જી બી વાઘેલા એ માહિતી આપતાં જણાવેલ કે, વીજ કચેરી ની વડી કચેરી પીજીવીસીએલ રાજકોટ ના માર્ગદર્શન તથા સીધી સૂચનાથી વીજ ચેકિંગ ડ્રાઇવ ના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળના વેરાવળ, સુત્રાપાડા તથા તાલાલા તાલુકાના પેટા વિભાગીય કચેરી હેઠળ ના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 25 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ.
જેમાં વેરાવળમાં આરબ ચોક, તુરક ચોરા, બહાર કોટ, મોચી બજાર, ખારવા વાડા, ઝાલેશ્વર, મફતિયાપરા, પ્રજાપતિ સોસાયટી, ટીંબડી, રંગપુર, પીપલવા, ગંગેથા, ભુવાવડા, સોલજ, રતિધર, રામપરા, મોરડિયા, ખેરા, જસાધાર, ભુવાટીંબી, ભીમદેવળ, અનિડા, ચગીયા, બરૂલા, વાવડી (સુત્રાપાડા), વડોદરા (ઝાલા), સિંગસર, લોઢવા, બરેવલા, રાખેજ, મટાણા, ક્ધજોતર, ધામલેજ, વિરપુર, બોરવાવ, ઘુસિયા, ગાભા, ધર્મનવા, ઉમરેઠી, માલઝીંજવા, સોનારીયા, મેઘપુર, બાદલપરા, આજોઠા, ચમોડા, આંબલીયાળા, નાવદ્રા, પાંડવા, ઇન્દ્રોઈ, ઈશ્વરીયા, ભેરાલા, મંડોર, મંડોરણા, આંકોલવાડી, રામપરા, માથાસૂરિયા, કોડીદરા, જસાધર, રામપરા, રતિધર, અનીડા, ભીમદેવળ સહીતના ગામોમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 732 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 209 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.61.02 લાખની દંડનીય આકારણીના બિલો ફટકારવામાં આવ્યાં છે અને આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.