China, તા.26
જલવાયું પરિવર્તન અને ભીષણ ગરમીનાં કારણે દુનિયાભરનાં તળાવોમાં ઓકિસજનની માત્રા ઝડપથી ઘટી રહી છે. આ સંકટ તાજા પાણીની ઈકોલોજી માટે ગંભીર ખતરો બની રહ્યું છે. વિજ્ઞાન પત્રીકા સાયન્સ એડવાન્સીઝમાં પ્રકાશીત એક અધ્યયનમાં આ જાણકારી બહાર આવી છે.
ચીની વિજ્ઞાન અકાદમીનાં વાનજીંગ ઈન્સ્ટીટયુટ ઓફ જિયોગ્રાફી એન્ડ લીમ્નોલોજીનાં પ્રો.શી કુન અને પ્રો.ઝાંગ યુનલિનનાં નેતૃત્વમાં સંશોધકોએ છેલ્લા 20 વર્ષમાં 15 હજારથી વધુ તળાવોનો ડેટાનો અભ્યાસ કર્યો હતો. તેમણે જાણ્યુ હતું કે 83 ટકા તળાવોમાં ઓકસીજનનું સ્તર સતત ઘટી રહ્યું છે.
ઓકિસજનની કમીથી માછલીઓ અને અન્ય જીવ મરવા લાગે છે. જેથી જૈવ વિવિધતા ઘટે છે પાણીની ગુણવતા ખરાબ થાય છે. શેવાળ વધવાથી પાણી ઝેરીનું થઈ શકે છે. જેથી પાણી પીવાલાયક નથી રહેતુ માછીમારી અને પીવાના પાણી પર નિર્ભર લોકોને અસર થશે. બીમારીઓનો ખતરો વધશે.
ગ્લોબલ વોર્મીંગથી પાણી ગરમ થવાથી તેમાં ઓકિસજન ઓગળવાની ક્ષમતા ઘટી જાય છે. પાણીમાં પ્રદુષણ અને જૈવિક કચરાથી પોષક તત્વ વધે છે. જેથી શેવાળ મોટી માત્રામાં ઓકિસજન શોષી લે છે. ગરમીની લહેરોથી તળાવોની સપાટીથી ઓકિસજન ઓછો થાય છે.