Morbi,તા.26
ઘૂટું ગામે ઘર પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયાનો ખાર રાખી મારામારી થવા પામી હતી બંને પક્ષે મારમારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા નીતિનભાઈ ભરતભાઈ લાંબરીયાએ આરોપી કાના નવઘણ કાટોડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં લગ્નપ્રસંગે ગયા હતા ત્યારે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી છરી બતાવી ગાળો આપી જપાજપી કરી મુંઢ માર મારી ઈજા કરી હતી સામાપક્ષે જોધાભાઇ ઉર્ફે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયાએ આરોપી નીતિન ભરતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં લગ્નપ્રસંગમાં ગયા હતા ત્યારે મોટરસાયકલ લઈને જતી વખતે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી લાકડી વડે માથામાં મારી તેમજ પગના ભાગે ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે