New Delhi તા.29
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં અતિ લોકપ્રિય છે. અત્યાર સુધી, આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે મફત હતા, પરંતુ યુકેમાં યૂહર્સ માટે એક મહત્ત્વપૂર્ણ ફેરફાર થયો છે. જે લોકો જાહેરાતોથી છૂટકારો મેળવવા માંગે છે તેમને હવે માસિક ચૂકવણી કરવી પડશે.
મેટાએ જાહેરાત કરી છે કે વેબ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દર મહિને 2.99 પાઉન્ડસ (આશરે 300 રૂપિયા) ચૂકવશે, અને મોબાઇલ યુઝર્સ 3.99 પાઉન્ડસ (આશરે 400 રૂપિયા) ચૂકવશે. જો કોઈએ બંને એકાઉન્ટ લિંક કર્યા હોય, તો ફક્ત એક સબ્સ્ક્રિપ્શન પૂરતું હશે.
કંપની પર લાંબા સમયથી આરોપ છે કે તે યુઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ વ્યક્તિગત જાહેરાતો આપવા માટે કરે છે. યુરોપિયન યુનિયને આ કારણોસર મેટાને 200 મિલિયન યુરોનો દંડ પણ ફટકાર્યો હતો. આનાથી મેટાએ જાહેરાત-મુક્ત વિકલ્પ ઓફર કર્યો.
દરમિયાન, યુકે ઇન્ફર્મેશન કમિશનર ઓફિસ આઇસીઓ આ નિર્ણયનું સ્વાગત કરી રહી છે. આઇસીઓ કહે છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ હવે એક પસંદગી હશે, જાહેરાતો જોવાની ફરજથી અલગ. યુકે પ્રાઇવસી વોચડોગે મેટાના સુધારેલા મોડેલને સમર્થન આપ્યું છે. ICO ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ “ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જનરલ ટર્મ્સ એન્ડ ક્નડીશનીસ ઓફ સર્વિસ હેઠળ જાહેરાતો દ્વારા યુઝર્સને ટાર્ગેટ બનાવવાથી મેટાને રાહત આપે છે, જે અમે સ્પષ્ટ કર્યું છે કે યુકેના કાયદા સાથે અસંગત છે.”
મેટાએ ગયા વર્ષે યુરોપિયન યુનિયનમાં સમાન સબ્સ્ક્રિપ્શન મોડેલ લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો. એપ્રિલમાં, નિયમનકારોએ તેને ડિજિટલ સ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન માન્યું કારણ કે તે યુઝર્સને વાજબી પસંદગી પ્રદાન કરતું ન હતું.
આ માટે મેટાને 200 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કંપનીએ EU નિયમોનું પાલન કરવા માટે તેની સિસ્ટમમાં ફેરફારો કર્યા હતા, પરંતુ જુલાઈમાં યુરોપિયન કમિશને વધુ સુધારાની માગ કરી હતી. કમિશને ચેતવણી આપી હતી કે જો મેટાના ફેરફારો અપૂરતા જણાયા, તો દૈનિક દંડ લાદવામાં આવી શકે છે.