Surendranagar,તા.06
બાવળા તાલુકાના કેરાળા ગામે હાઈવે નજીક આવેલા સુપ્રસિદ્ધ બુટભવાની માતાજીના મંદિરને વહેલી સવારે લગભગ ૫ વાગ્યે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો લોખંડ કાપવાના સાધનો વડે મંદિરના રસોડાનો દરવાજો કાપીને અંદર પ્રવેશ્યા હતા અને રસોડામાં રાખેલા સ્પીકરની ત્રણ કોલમો ચોરી લીધી હતી.
તસ્કરો સ્પીકરની કોલમો લઈને બાજુમાં આવેલા સ્મશાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગામના પૂજારી ધીરુભાઈ ડમરુ વગાડતા નિયમિત પૂજા માટે મંદિરે આવી પહોંચ્યા હતા. પૂજારીને આવતા જોઈને ગભરાયેલા ચોરો પોતાનો માલ-સામાન અને લોખંડ કાપવાના એક્ષોબ્લેડ, પક્કડ જેવા સાધનો ઘટનાસ્થળે છોડીને તાત્કાલિક ભાગી છૂટયા હતા. જો પૂજારી સમયસર ન પહોંચ્યા હોત તો ચૈત્ર મહિનાના ભંડારા માટેના અંદાજે રૃ.૧૦ લાખથી વધુ મૂલ્યના સાધનો ચોરાઈ ગયા હોત.

