Surat,તા.૨૩
સુરતમાં કોસ્મેટિક્સનું પણ નકલી વેચાણ થતાં તપાસ એજન્સી ચોંકી ઉઠી હતી. લાયસન્સ વગર અન્ય મેન્યુફેક્ચરિંગ કરતી પેઢીઓની પ્રોડક્ટમાંથી ગેરકાયદેસર બનાવટી સૌંદર્ય પ્રસાધનોનો કરોડોનો માલ જપ્ત કરી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સુરત, ગાંધીનગર અને કેશોદમાંથી ૧ કરોડ રૂપિયાના નકલી સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યા છે. સૌંદર્ય પ્રસાધનોના કુલ ૧૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. નકલી સૌંદર્ય પ્રસાધનોના વેચાણમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં કોઈપણ કોસ્મેટિકનું લાઇસન્સ વિના અન્ય કોઈપણ ઉત્પાદક કંપનીના લાઇસન્સનો ઉપયોગ કરીને કોસ્મેટિક ઉત્પાદનો પર આકર્ષક, ભ્રામક અને ભ્રામક લેબલ લગાવવા, ઇન્સ્ટાગ્રામ પર પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમિના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લિફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટ્સની જાહેરાત કરવી અને મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ખોટા પ્રચાર કરવા એ ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણનું કૃત્ય હતું.
આ સંદર્ભે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશ્નરે જણાવ્યું હતું કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના અધિકારીઓએ સુરતમાં રાજેશભાઈ ડાહ્યાભાઈ લાઠિયાના રહેણાંક ઘર પર દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં પેકિંગ મટિરિયલ અને ઓનલાઈન ડુપ્લિકેટ પ્રોડક્ટ્સના બોક્સ મળી આવ્યા હતા. જેમણે પોતાના અન્ય ભાગીદારો સાથે મળીને ઓનલાઈન બ્રાન્ડેડ ડુપ્લિકેટ કોસ્મેટિક રેકેટ શરૂ કર્યું હતું, જેના કારણે વહીવટીતંત્રની જૂનાગઢ ટીમે કેશોદના કુલદીપ પટોળિયાના રહેણાંક ઘરમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ કોસ્મેટિક ઉત્પાદનો જપ્ત કર્યા હતા, જે ભાગીદારીમાં ઓનલાઈન મીશો પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યા હતા. ઉપરાંત, તેમની પાસેથી નકલી સૌંદર્ય પ્રસાધનોનાં ૧૪ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી અંદાજે ૫૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ આરોપીઓ મુંબઈના ક્રાફ્ટ માર્કેટ અને મુસાફિરખાના જેવા બજારોમાં એજન્ટો પાસેથી પ્રોડક્ટ ટાઇટલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ આયાત કરતા હતા અને તેને પોતાના ઘરે બનાવતા હતા, જે ગેંગને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વેચાણ માટે કુલ ૫ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી માટે ૧૫ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જીલ્લાનાં પેથાપુર દુલ્હન એન્ટરપ્રાઈઝનાં સંચલક પ્રદીપસિંહ સોલંકીનાં ઘરેથી નકલી કોસ્મેટિક્સ મળી આવ્યા હતા. જેમાં ઝેબા-ઝુલ્ફ-એ-હેના (મહેંદી) અને હેર કલર નેચરલ બ્લેકનાં અનેક બનાવટી પડીકા મળી આવતા મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. એક્સેલ ઈમ્પેક્સ ગુજરાત પ્રા. લિ. અને યુત્વિકા નેચરલ પ્રા. લિ. વગેરે કંપનીનોના નકલી કોસ્મેટિક્સ જેની અંદાજે કિંમત રૂપિયા ૩૦ લાખ છે, જે જપ્ત કરી મોટાપાયે ચાલતા વેચાણનો કાળો કારોબારનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદનાં શ્લોક ઈન્ડસ્ટ્રીનાં માલિક હિરેનભાઈ પાસેથી પ્રોડક્ટની પ્રિન્ટ કઢાવતા હતા અને કાયદેસર કોઈ રેકોર્ડ રાખતા ન હોવાનું ખુલ્યું છે.