અગાઉ કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ પાર્થ વિષ્ણુસ્વામી પોતે જ તબીબ બની ગયો :
Gondal,તા.11
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામેથી ફક્ત ધો.-12 પાસ બોગસ તબીબ ઝડપાયો હતો. રૂરલ એસઓજી ટીમે મારુતિ ક્લિનિકમાં દરોડો પાડતા સ્ટેથોસ્કોપ લગાવી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો પાર્થ વિષ્ણુસ્વામી નામનો શખ્સ અલગ અલગ દવા, ઇન્જેકસન અને બાટલા મળી કુલ રૂ. 7674 નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
ગોંડલ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સંયુક્ત રાહે મળેલી બાતમીના આધારે ગોંડલના સડક પીપળીયા ગામે કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી ન હોવા છતાં પણ મારુતિ નામનું ક્લિનિક ચલાવી તબીબ તરીકે પ્રેક્ટિસ કરી સારવારના નામે દર્દીઓને એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન આપી આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ પાર્થ ચંદુભાઈ વિષ્ણુસ્વામી (ઉવ 27 મૂળ રહે. રામપર, જામકંડોરણા, રાજકોટ હાલ રહે. સડક પીપળીયા, ગોંડલ, રાજકોટ)ની ધરપકડ કરી જુદા જુદા પ્રકારની એલોપેથિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.7674 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ શખ્સે ફક્ત 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યાનું અને અગાઉ ખાનગી હોસ્પિટલમાં એક વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હોય બાદમાં છેલ્લા છ માસથી પોતે જ ક્લિનિક શરૂ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યાનું સામે આવ્યું છે.