Jamnagar,તા.21
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.કટલેરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
વેપારી યુવાનના મામા ડ્રગ્સના કેસમાં જેલમાં હોવાથી આ કેસમાંથી વેપારીનું નામ નહીં જોડવાનું કહી અજાણ્યા શખ્સે નકલી પોલીસ બની રકમ પડાવી
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના ૧૯ વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે ૧,૫૭. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે એક મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા ૧૦ માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે.