Junagadh, તા.18
વન વિભાગની કનડગતના આક્ષેપો સાથે જાંબુથાળાના બે માલધારી એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં એકનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે હજુ સુધી મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ ન કરતા મૃતકના પરિવારજનોને જયાં સુધી જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સંભાળવાનું વલણ અપનાવ્યું છે. સમજાવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
આજે રાહુલ ગાંધી જુનાગઢમાં આવી રહ્યા છે તેઓને સિવીલ હોસ્પિટલે લાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસ વન વિભાગના જવાબદારો સામે ગુનો દાખલ કરતી નથી. વિસાવદર પોલીસે સિવિલ હોસ્પિટલે આવી મૃતક સલીમભાઇના પુત્રનું દોઢથી બે કલાક નિવેદન લીધુ હતું. બાદ માત્ર મોતની નોંધ કરી હતી.
ગઇકાલે વિસાવદર પ્રાંત અધિકારી અને જુનાગઢ પ્રાંત અધિકારીએ સિવિલ હોસ્પિટલે દોડી જઇ પરિવારજનો ની સમજાવટ કરી હતી. પરિવારજનો એક જ માંગ પર અડગ રહ્યા હતા જેથી બંને અધિકારીઓનો ધકકો થવા પામ્યો હતો.
પ્રશિક્ષણ શિબિરમાંથી ધારાસભ્ય, જીલ્લા પ્રમુખો સહિતના આગેવાનો એ સિવિલમાં જઇ માલધારી પરિવારજનો સાથે વાત કરી હતી વન વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે માલધારીઓ ઉપર આટલી હદે ત્રાસ ગુર્જાયો હતો જેથી દવા પીવાની ફરજ પડી હતી તેને રોકાવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. બાદ ત્રણ ગાડી વન વિભાગની હાજર હતી છતાં દવાખાને લઇ જવા માટે આવ્્યા ન હતા કે ગાડી આપી ન હતી જેથી બાઇક પર લઇ જવાની ફરજ પડી હતી.
જુનાગઢ સિવિલ ખાતે ગીર પશ્ચિમના અધિકારી પ્રશાંત તોમર ગીર ડીસીએફ અક્ષય જોષી, ડે.કલેરટ ચરણસિંહ ગોહીલ સહિતનાઓએ માલધારીઓ સાથે બેઠક યોજી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના નેતાઓ દવાખાને પહોંચ્યા હતા અને જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી છે. તો આજે રાહુલ ગાંધી સિવિલ હોસ્પિટલે જાય તેવી શકયતા છે.