New Delhi,તા.7
ભારતીય રિઝર્વ બેન્ક ખાતાધારકો અને સરકારી બોન્ડમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત આપી છે, જે અંતર્ગત હવે મૃત ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા રકમ અને લોકરમાં રાખવામાં આવેલ સામાન તેમના પરિવારજનને સફળતાથી મળી જશે.
તેના માટે નિયમોને સરળ બનાવી દાવા નિકાલની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. હાલમાં વિભિન્ન બેન્કોમાં આ પ્રકારના મામલાના નિકાલ માટે અલગ અલગ પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે.
આથી મૃતક બેન્ક ગ્રાહકના નોમિની વ્યક્તિ અથવા કાનૂની ઉતરાધિકારીઓને ઘણીવાર પરેશાનીનો સામનો કરવો પડે છે અને દાવાના નિકાલમાં મોડું થાય છે. જે અંતર્ગત એક સમાન માન્ય પ્રક્રિયા લાગુ કરવામાં આવશે.
બધી બેન્કોમાં એક જેવા દસ્તાવેજો માંગવામાં આવશે અને એક નિશ્ચિત સમયસીમા નકકી કરવામાં આવશે. આથી મૃતકના પરિવારના સભ્યોને જલદી અને સરળતાથી બેન્ક ખાતા કે લોકરમાં રાખેલી વસ્તુ મળી શકશે.