Mumbai,તા.25
KGFના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખદ લાગણી જોવા મળી રહી છે. ફિલ્મમાં બોમ્બે ડોનની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા હવે આ દુનિયામાં નથી. લોકપ્રિય કન્નડ અભિનેતા દિનેશ મેંગલુરુનું સોમવારે 55 વર્ષની વયે અવસાન થયું હતું. દિનેશ મેંગલુરુના રહેવાસી હતા અને લાંબા સમયથી બીમાર હતા. દિનેશે ઉડુપી જિલ્લાના કુંડાપુરા સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા છે. દિનેશના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.કન્નડ અભિનેતા અને કલા દિગ્દર્શક દિનેશ મંગલુરુ હવે આ દુનિયામાં નથી. લાંબી બીમારી સામે લડ્યા બાદ તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. દિનેશનો જન્મ 1 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. દિનેશ બાળપણથી જ ફિલ્મોમાં જવા માંગતા હતા અને તેને અભિનયનો જુસ્સો અલગ જ હતો. જોકે, દિનેશને શરૂઆતમાં કલા દિગ્દર્શનમાં સફળતા મળી હતી.