Mumbai,તા,01
કેટરિના કૈફ મુંબઈમાં પોતાના ફલેટની બાલ્કનીમાં હતી ત્યારે કોઈએ ચોરીછૂપીથી તેના ફોટા પાડી લઈ એક પોર્ટલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લીક કરી દેતાં કેટરિનાના ચાહકો કાળઝાળ થઈ ગયા હતા. ચાહકોએ આ ફોટા લેનારા તથા તેને પ્રગટ કરનારા પર કેસ દાખલ કરવાની માગણી કરી હતી.
અનેક સેલિબ્રિટીઓએ પણ આ કૃત્ય વખોડી કાઢ્યું હતું. સોનાક્ષી સિંહાએ સાફ સાફ કહ્યું હતું કે આ એક ક્રિમિનલ એક્ટ છે. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે પાપારાઝીઓ હવે ન્યૂસન્સ બની ગયા છે. કોઈએ યાદ કરાવ્યું હતું કે લેડી ડાયના પણ પાપારાઝીઓને કારણે મોતને ભેટી હતી.

