Jamnagar તા ૧,
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ખીમરાણા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ભાણવડ તાલુકાના વેરાડ ગામના ખેડૂત દંપત્તિને નાની મોટી ઈજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના વેરાડ ગામના વતનની અને ખેતી કામ કરતા રમેશભાઈ ભાણજીભાઈ રાઠોડ ગત ૨૬ તારીખે પોતાના બાઈકમાં પત્ની ગીતાબેન ને પાછળ બેસાડીને જામનગર રાજકોટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા,જે દરમિયાન ખીમરાણા ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહી હતી જીજે -૩ બી.ઝેડ. ૦૧૧૩ નંબરની કારના ચાલકે દંપત્તિના બાઇકને ઢોકરી ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર રમેશભાઈ અને તેના પત્ની ગીતાબેન બંનેને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવવા અંગે બાઈક ચાલક રમેશભાઈ રાઠોડ એ કાર્ડ નંબર જી.જે.-૩ જી.જે. બી.ઝેડ ૦૧૧૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસ શોધી રહી છે.