પડી ગયેલા આધેડ નું બેભાન અવસ્થામાં જ પ્રાણપંખેરુ ઉડી ગયું
Bhayavadar,તા.28
ભાયાવદર ના ખેડૂત પરિવારના મોભી નું ગઈકાલે ઘરની સીડી પરથી અકસ્માતે લપસી પડતા બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદર મેન બજાર નજીક રહેતા મનસુખભાઈ કેશવભાઈ પરસાણીયા ૬૯ ગઈકાલે બપોરના બારેક વાગે ઘરની ઉપલા માળની સીડીઓ ચડતી વખતે અકસ્માતે લપસી ને નીચે પડતા માથામાં અને કમરના ભાગે ગંભીરાના કારણે બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તેમને તાત્કાલિક ઉપલેટા ની કણસાગરા હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ગઈકાલે સાંજે સારવાર દરમિયાન મનસુખભાઈ નું મોત નીપજ્યું હતું,
મનસુખભાઈ ભાયાવદરમાં જમીન પર ખેતી કરીને ગુજરાત ચલાવે છે સંતાનમાં એક પરિણીત પુત્રના પિતા ના અવસાનને લઈને પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે આ અંગે ભાયાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.