વૃદ્ધના મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું
Rajkot,તા.22
રાજકોટની ભાગોળે આવેલા હરીપર અને સરદાર ગામ વચારે બે બાઈક ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં હરીપર ગામના વૃદ્ધ ખેડૂતનું મોત નીપજતા પટેલ પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના હરીપર ગામે રહેતા માવજીભાઈ બચુભાઈ કોકડ નામના 60 વર્ષ ખેડૂત પોતાનો બાઈક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ફૂટપાટ ઝડપે બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં માવજીભાઈ પથમ શ્રદ્ધા સ્વામિનારાયણ હોસ્પિટલે સારવાર સ્થળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ક્યાં ટૂંકી સારવાર માવજીભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ આજીડેમ પોલીસ મથકના સ્ટાફને થતા કાફલો દોડી ગયો હતો માવજીભાઈ પટેલના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાગડો કરી પ્રાથમિક તપાસમાં મૃતક માવજીભાઈ કોકડને બે પુત્ર અને એક પુત્રી છે અને ખેતીવાડીનું કામ કરે છે આ બનાવથી પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે