Amreli,તા.19
અમરેલીના બગસરાના તાલુકાના ખીજડિયા ગામે ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 50 વર્ષીય કાળુ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.