Jamnagarતા ૩૦
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની શ્રમિક, કે જેઓ વાડીએથી ઘેર નીકળ્યા બાદ ગુમ થયા હતા, અને નદીના પ્રવાહમાં તણાઈ જવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના ઉમરાળા ગામના ખેડૂત કિરીટસિંહ ટપુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગોપસિંગભાઈ અભેસિંગભાઈ નાયક કે જેઓ ગત ૨૬ મી તારીખે સાંજે પોતાની વાડીએથી ચાલીને નીકળીને ઘર તરફ જઈ રહ્યા હતા, દરમિયાન ચાલુ વરસાદે એકાએક લાપતા બની ગયા હતા. તેઓની શોધખોળ કરાયા ગઈકાલે સાંજે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. નદીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પુત્ર જશવંતભાઈ ગોપસીંગભાઇ નાયક એ પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઇ જી.આઇ. જેઠવા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને શ્રમિકના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.