Jamnagar તા.29
જામનગર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી લાલપુર તાલુકાના અનેક ખેડૂતોના પાકોને વ્યાપક નુકશાન થયેલ છે.ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય કે.બી.ગાગિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોને માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં દરિયામાં પ્રેશર સર્જાતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ થયેલ છે. જેના કારણે જામનગર જિલ્લા અને લાલપુર તાલુકાના પાકોનો ઘણા અંશે નાશ થયેલ છે અને ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડયો છે.
ગુજરાત સરકારે હંમેશા ખેડૂતલક્ષી નિર્ણયો લઈ, જગતના તાતને કુદરતી આફતોમાં સહીયારો આપ્યો છે તે રીતે આ વખતે તત્કાલ સર્વે કરાવી, અસરગ્રસ્તોને રાહત મળે તે માટે સહાય ચૂકવવા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી.ગાગિયાએ માંગ કરી છે. વિશેષમાં સમગ્ર ગુજરાતમાં સર્વે કરવાનો થતો હોય તો હાલ કામચલાઉ ધોરણે પણ રાહત પેકેજ આપવું જરૂરી ગણાવ્યું છે.

