Morbi,તા.03
કચ્છથી અમદાવાદ સુધી જતી વીજલાઈન નાખવાના કામનો ખેડુતો દ્વારા અલગ અલગ કારણોસર વિરોધ કરવામાં આવી રહ્યો છે હળવદ તાલુકાના ખેડૂતોએ વળતર મુદે અગાઉ વિરોધ નોંધાવ્યો છે તો આજે મોરબી તાલુકાના ૧૦ ગામોના ખેડૂતો આજે પીલુડી ગામે એકત્ર થઈને ગેઝેટમાં જે ક્ષતિ જોવા મળે છે તેમાં સુધારો ના કરાય ત્યાં સુધી કામ નહિ કરવા દેવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો
કચ્છના લાકડીયાથી 762 કેવી લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જેના ગેઝેટમાં ક્ષતિ જોવા મળી છે મોરબી તાલુકાના ૧૦ ગામોને માળિયા તાલુકામાં દર્શાવ્યા છે મોરબી તાલુકામાં આવતા બહાદુરગઢ, નવા નાગડાવાસ, માધુપુર, રામપુર, જેતપર, પીલુડી, ગાળા, વાઘપર, સોખડા અને ગઢ સહિતના ૧૦ ગામોને માળિયા તાલુકામાં દર્શાવ્યા છે જે અંગે પીલુડી ગામના ખેડૂત જાડેજા રામદેવસિંહ જણાવે છે કે ગેઝેટમાં ભૂલ છે તે સુધારવાનું કહ્યું છે પરંતુ કરવામાં આવતું નથી જ્યાં સુધી ગેઝેટ સુધારો ના કરાય ત્યાં સુધી કામ નહિ કરવા દેવાનો ખેડૂતોએ હુંકાર કર્યો છે
જેતપર ગામના ખેડૂત લાભુભાઈ જણાવે છે કે કલેકટર સાથે વાત થઇ અને ગેઝેટમાં જેતપરને મોરબી તાલુકામાં બતાવવું પરંતુ ગેઝેટ સુધારો કરવામાં આવતો નથી જોહુકમી કરીને ખેતરમાં પ્રવેશ કરી કામગીરી કરે છે જેથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે ગેઝેટ સુધાર્યા બાદ જ કામ કરવા દેવામાં આવશે ખેડૂતો છેલ્લે સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આમ વીજ કામગીરી શરુ કરવામાં આવી ત્યારથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હળવદના ખેડૂતોને વળતરનો મુદો તો મોરબી તાલુકાના ૧૦ ગામોને માળિયા તાલુકામાં દર્શાવતા ૧૦ ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કામ નહિ કરવા દેવાય તેવો નિર્ધાર કરતા ઘર્ષણ સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી આજે ખેડૂતો એકત્ર થયા હતા જ્યાં જીલ્લા કોંગ્રેસ કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનો પણ ખેડૂતની વ્યથા સાંભળવા પહોંચ્યા હતા