Rajkot,તા.૮
રાજકોટમાં ભાજપ કાર્યકર પર છ ડિવિઝન પોલીસના ચાર હાથ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ફારૂક મુસાણીએ વકફ બોર્ડના નામે દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હતી. જોકે, દુકાન ખાલી કરાવવાના આરોપી મુસાણી પર પોલીસે કોઈ કાર્યવાહી ન કરાતા ગૃહમંત્રીને અપીલ કરાયા હોવાનું જાણવા મળ્યા બાદ બે આરોપીઓની ધરપકડ થઈ છે
રાજકોટ શહેરના મોચી બજારમાં મકાનમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવવાનું સામે આવતા ગૌ-પ્રેમીએ મુસાણીના કતલખાના સામે અરજી કરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી હતી. મુસાણીએ ૧૭ તારીખે ગૌ-પ્રેમીએ પોલીસ મથકે જઈ અરજી કરી હતી. પોલીસે સ્થળ પર જઈ સેમ્પલ લેઈ એફએસએલ માટે મોકલ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટ સામે આવતા રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું સામે આવ્યું છે.
ગત ૩ ફેબ્રુઆરીના રોજ એફએસએલ રિપોર્ટ આવ્યો હતો તેમ થતાં છેક ત્રણ દિવસ બાદ પોલીસે મુસાણીની સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે સવાલ થઈ રહ્યાં છે કે શું ફારુક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી ગુનો નોંધવામાં વાર લાગી ? ગુરૂવારે રાત્રે ગુનો નોંધાયા બાદ અંતે ફારૂક સહિત બેની ધરપકડ કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનામાં ફારૂક મુસાણીનો બદઈરાદો સામે આવ્યો છે. શરૂઆતમાં, નવાબ મસ્જિદની ત્રણ દુકાનો પર કબજો કરીને ત્યાં ગેરકાયદેસર નોન-વેજ દુકાન ખોલવાની યોજના હતી. એટલું જ નહીં, જો આ ખતરનાક યોજના સફળ થઈ હોત તો નવાબ મસ્જિદની પાછળ આવેલી નગીના મસ્જિદની ૧૫ દુકાનો પર કબજો કરીને ત્યાં પણ કતલખાનું ખોલવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
૩૦ જાન્યુઆરીએ, પશુ અધિકાર કાર્યકરોએ પોલીસ સાથે મળીને હોસ્પિટલ ચોક નજીક આઈપી મિશન સ્કૂલ પાછળ ફારૂક મુસાનીના ઘર પર દરોડો પાડ્યો અને ૪૦ કિલો શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કર્યું. જેના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં, ૪ ફેબ્રુઆરીના રોજ,એફએસએલએ સ્પષ્ટતા કરી હતી કે ફારૂકના ઘરેથી મળેલું માંસ ગાયનું હતું.