Junagadh તા.25
જુનાગઢના ચોકલી ગામે રહેતા શખ્સ ઉપર આ જ ગામના પિતા પુત્રએ કુહાડી-લોખંડના પાઈપ વડે સુતેલા ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી માથામાં 15 અને પગમાં 8 ટાંકા આવ્યા હતા. શરીરે લોખંડના પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડયાની ફરીયાદ નોંધાઈ છે.
જુનાગઢના ચોકલી ગામે રહેતા ફરીયાદી ગાંડુભાઈ મસાભાઈ જાપડા (ઉ.58) ધંધો ગાયોના તબેલા વાળા ગત તા.21-9ના તેમના વાડામાં સુતા હોય ત્યારે આ જ ગામના કોમના કુટુંબીજનો કારા મસા જાપડા અને સાગર કારાએ કુહાડી લોખંડના પાઈપ વડે હુમલો કરી માથામાં 15 ટાંકા અને પગમાં 8 ટાંકા આવ્યા હતા. પીઠ, સાથળ, ખભ્ભામાં લોખંડના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડયાની ફરીયાદ નોંધાવતા તાલુકા પીએસઆઈ એસ.કે. ડામોરે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ફરીયાદી ઈમરાનભાઈ ઈસાભાઈ ગીરનારી ઉપર રે.મુકતુપુર વાળાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.23ના માનખેત્રા ગામની સીમમાં હતા ત્યારે આરોપીઓ આઈશા અબુબકર ગીરનારી, અબુબકર ઉમર ગીરનારી, ઉમર અબા ગીરીનારી અને ફાતમા ઉમર ગીરનારી ચારેયે આવી સાહેદ જુબેદાબેનની વાડીમાં ફરતે વીજ શોક નહી મુકવા જણાવતા આરોપી આઈશા અબુબકરે વાળ પકડી જુબેદાબેનને માર મારતા છોડાવવા વચ્ચે પડેલા આરીફને ગાળો ભાંડી લાકડી માથામાં નેણના ભાગે મારતા માથામાં ઘા ઝીંકતા 6 ટાંકા આવ્યા હતા. અન્ય આરોપીઓએ જુબેદાબેનની છાતીમાં છુટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.