Surat,તા.૧૯
સુરતના માંડવીમાં એક ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. આ ભયાનક અકસ્માતમાં, બોલેરો પિકઅપ ટ્રકમાં કુલ ૧૬ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મજૂરો સોનગઢના નિંદાવાનાથી ઉમરપાડાના ઉમરગોટ ગામમાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માંડવી પોલીસે ચારેય મૃતકોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. માંડવી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે,માંડવી-ઝાંખવાવ રોડ પર સઠવાવ ગામ નજીક બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જેમાં બોલેરો પિકઅપ ઉમરપાડાથી તાપી જિલ્લામાં મજૂરોને લઈને જઈ રહ્યું હતું. જ્યારે ટ્રક માંડવીથી ઝાંખવાવ જઈ રહ્યો હતો. ત્યારે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહેલા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૩ મજૂરોના સારવાર દરમિયાન મોત થયા હતા. આ અકસ્માતમાં ૧૬ લોકોમાંથી કુલ ૪ લોકોના મોત થયા છે અને ૬ લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ત્રણેય મૃતકો ઉમરપાડા તાલુકાના નિંદાવન ગામના હોવાનું જાણવા મળ્યું છે.ખાસ વાત એ છે કે માંડવી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

