Morbi,તા.11
મોરબી માળિયા વનાળીયા સરકારી સ્કૂલ પાસે રહેતા ૭૫ વર્ષના વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા પુત્રએ તાંત્રિક વિધિઓ કરતા હોવાનો શક રાખીને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે માળિયા વનાળીયા સરકારી શાળા પાસે રહેતા રામજીભાઈ વશરામભાઈ અંબાલીયા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધે આરોપી ભલાભાઈ માલાભાઈ અંબાલીયા અને કમલેશ ભલાભાઈ અંબાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રામજીભાઈ વહેલી સવાર નિત્યક્રમ મુજબ ચાલવા જતા હતા ત્યારે પાડોશમાં રહેતા આરોપીઓએ ફરિયાદી રામજીભાઈ પર પોતાના ઘરમાં તાંત્રિક વિધિઓ કરતો હોવાનો શક રાખી લાકડી વડે માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે