Gondal,તા.4
ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.બે બહેનો વચ્ચે એકના એક ભાઇનું રક્ષાબંધન પુર્વે આકસ્મિક મોત થતા પરિવાર માં હૈયાફાટ રુદન સાથે શોક છવાયો છે.ઘટનામાં પરિવારે તેનાં મોભી પણ ગુમાવ્યા હોય નાનુ એવુ બીલીયાળા ગામ શોકમગ્ન બન્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ બીલીયાળા રહેતા ભીખાભાઈ ભવાનભાઇ હિરપરા ઉ.55 અને તેમનો પુત્ર ક્રીસ ઉ.19 નિત્યક્રમ મુજબ સાંજે પોતાની વાડીએ ગયા હતા.વાવણી કરી હોય મોલાત ને પાણી પીવરાવવા પિતા પુત્રને વાડીની ઓરડીમાં જઇ પાણીની મોટર ચાલુ કરવા જતા શોર્ટ લાગ્યો હતો.જોરદાર વિજ કરંટ ને કારણે બન્ને ફંગોળાયા હતા.અને ઘટના સ્થળે જ બન્નેનાં મોત નિપજ્યાં હતાં.
સારી વાર થવા છતા પિતા-પુત્ર ઘરે પરત નહી ફરતા ભીખુભાઈ નાં પત્નિએ વારંવાર મોબાઇલ કરવા છતા માત્ર રિંગ વાગતી હોય કંઇક અજુગતુ બન્યાની શંકાએ પાડોશમાં રહેતા ભરતભાઈ ને જાણ કરતા તેઓ વાડીએ દોડી જતા અને પિતા-પુત્ર ને મૃત હાલત માં જોતા તેમણે સગા સબંધીઓને જાણ કરી હતી.
બનાવ નાં પગલે બીલીયાળાનાં સરપંચ દિપકભાઈ રુપારેલીયા,યુવા અગ્રણી ગણેશભાઈ, સમીરભાઈ કોટડીયા,ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ઉઠ્યા હતા.અને પિતા-પુત્ર નાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
બનાવની કરુણતા એ હતી કે પાંચ દિવસ પછી રક્ષાબંધન નો પર્વ આવી રહ્યોછે.તે પહેલા બે બહેનો નો લાડકવાયો ભાઈ અને પરિવાર નો આધારસ્તંભ ક્રિશ નું મૃત્યુ થતા બહેનો સહિત પરિવાર હતપ્રત બન્યો હતો.ઉપરાંત પરિવાર નાં મોભી ભીખાભાઈ નું પણ મોત નિપજ્યુ હોય પિતા-પુત્ર નાં અકાળે મૃત્યુ થી પરિવાર નોંધારો બન્યોછે.
ભીખુભાઈ ખેતિ કરી ગુજરાન ચલાવતા હતા.પરિવાર માં બે પુત્રીઓ અને એક પુત્ર ક્રીશ હતો. ક્રિશ રાજકોટ ની આત્મિય કોલેજ માં ઇઇઅ નાં ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ થતા પીજીવીસીએલ સ્ટાફ તથા તાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ નાં એએસઆઇ કર્મવિરસિહ જાડેજા તપાસ ચલાવી રહ્યાછે.