Bharuch,તા.24
ભરુચના હાંસોટ-પંડવાઈ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. જેમાં બાઈક પર જતાં પિતા પુત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ હતી અને ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ઘટનાસ્થળે ટ્રક છોડી નાસી છુટ્યો હતો.
હાંસોટ પોલીસને અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને પિતા-પુત્રોના મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માહિતી અનુસાર બંને પિતા પુત્રો વાલનેરના રહેવાશી હતા.