દસ વર્ષથી ગોંડલ થી રાજકોટ સાથે અપડાઉન કરતા: આ બનાવથી પરિવારમાં શોક નું મોજુ ફેલાયું
Rajkot,તા.23
સાપર નજીક બાઇકને ટ્રકે ઠોકરે ચલાવતા ગોંડલના પિતા પુત્ર ની જોડી ખંડિત થઈ હોય તેમ પુત્રની નજર સામે જ પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત ગોંડલના સ્ટેશન પ્લોટ માં રહેતા જયંતીભાઈ બાબુભાઈ મોરીધરા અને તેના પુત્ર નિકુંજ ગઈ કાલે સાંજે ૭વાગે રાજકોટ થી મોટરસાયકલ પર ગોંડલ આવતા હતા ત્યારે સાપર પિતૃ કૃપા હોટલ પાસે અજાણ્યા ટ્રકે મોટરસાયકલને ઠોકરે ચડાવતા મોટરસાયકલ પાછળ બેઠેલા જયંતીભાઈ બાબુભાઈ મોરીધરા ૫૪ ને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા જેન્તીભાઈ ને સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતનો ભોગ બનનાર જેન્તીભાઈ અને તેમનો પુત્ર નિકુંજ દસ વર્ષથી ગોંડલ થી રાજકોટ અપડાઉન કરતા હતા જેન્તીભાઈ સ્ટીલના કારખાનામાં કામ કરતા હતા અને નિકુંજ ઘરઘંટીના કવર બનાવવાનું કામ કરતો હતો. દસ વર્ષથી સાથે અપડાઉન કરતા પિતા પુત્રની જોડી ગઈકાલે અકસ્માતમાં ખંડિત થઈ હતી આ બનાવને પગલે પરિવારમાં ભારે શોખ છવાયો છે સાપર પોલીસે અકસ્માત સર્જક ટ્રક ચાલકને ઝડપી લીધો હતો આ અંગે સાપર પોલીસે તપાસ હાથ ધરી છે