શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ આજે બપોરના સમયે હોસ્પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન બપોરના ૧૨.૧૫ કલાકના અરસામાં બોરતળાવ વિસ્તારમાં આવેલા ગુરૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્નિ અને સસરાએ મળીને હત્યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Trending
- Kane Williamson હવે લખનઉ સુપર જાયન્ટ્સનાં સ્ટ્રેટેઝીકલ ક્નસલ્ટન્ટનાં મહત્વનાં પદે
- ફૂલનદેવી હત્યા કેસનાં આરોપી શેરસિંહની Suratમાં ફિલ્મીઢબે રેલી
- બાવન વર્ષની વયે Malaika આઈટમ સોંગમાં : બે કરોડની ફી વસૂલી
- બોલિવૂડમાં કાળો જાદુ થાય છે! અભિનેત્રી Amrita Rao
- ફિલ્મોમાં બીફને લગતા ઉલ્લેખો પર Censor board પ્રતિબંધ મૂકશે
- ક્વીનનો સર્જક Vikas Bahl અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે
- Varun નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ
- Lakshya- અનન્યાની ચાંદ મેરા દિલની રીલિઝ ડેટ હજુ પણ નક્કી નહિ