એપથી ફોન હેક કરી રૃ.૭૮ હજારની સાયબર ઠગાઈ, મોબાઈલમાં રમતા બાળકે અજાણતા એપ ડાઉનલોડ કરી
Bhavnagar, તા.૨૧
Bhavnagarના અધેળાઈ ગામેથી સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અધેળાઈ ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવકના પાંચ વર્ષના પુત્રએ મોબાઈલ ફોન રમતા રમતા જીયા નામની એક શંકાસ્પદ એપ ડાઉનલોડ કરી લીધી હતી. આ એપના માધ્યમથી અજાણ્યા ઠગબાજે તેમનો હેક કરી રૃ.૭૮ હજાર ઉપાડી લીધા હતા.નકશા જુઓઆ સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અધેળાઈ ગામના રહેવાસી અને ખેતીકામ કરતા શંકરભાઈ ધનજીભાઈ દુમાદીયા (ઉં.વ. ૨૬) સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે.
ગત ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે તેમના પાંચ વર્ષના પુત્ર હાદકે રમતા રમતા ફોનમાં અજાણતા જીયા નામની એક શંકાસ્પદ એપ ડાઉનલોડ કરી લીધી હતી. આ એપના માધ્યમથી અજાણ્યા ઠગબાજે તેમનો મોટોરોલા એજ-૬૦ મોબાઈલ ફોન હેક કરી લીધો હતો.ત્યારબાદ, ફરિયાદી ખેતરે ગયા ત્યારે તેમનો ફોન હેક થઈ જતાં બંધ થઈ ગયો હતો. મોડી સાંજે એક વેપારીએ તેમના ખાતામાં રૃપિયા ૩,૦૦૦ ટ્રાન્સફર કરતાં તેમણે ગુગલ પે બેલેન્સ ચેક કર્યું હતું. ચેકિંગ દરમિયાન તેમને માલૂમ પડયું કે તેમના એકાઉન્ટમાંથી ૨૦,૦૦૦, ૨૦,૦૦૦, ૧૮,૦૦૦ અને ૨૦,૦૦૦ એમ ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૃપિયા ૭૮,૦૦૦ની રકમ ઉપડી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ શંકરભાઈએ સાયબર સેલની હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વેળાવદર ભાલ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ ૩૦૮, ૩૧૮(૪), ૩૧૯(૨) તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

