Morbi,તા.23
પિતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
શહેરની ત્રાજપર ચોકડી નજીક સવારે બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર ૪૦ વર્ષીય મુસાફરનો હાથ કપાઈ ગયો હતો અને તેના પુત્રને ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પ્લેક્ષ નજીક બે રીક્ષા અથડાઈ હતી અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફર પીન્ટુભાઈ જયભાઈ ગુપ્તા (ઉ.વ.૪૦) નો હાથ કપાઈને અલગ થઇ ગયો હતો તેમજ પીન્ટુભાઈના પુત્ર આયુષ ગુપ્તાને ગંભીર ઈજા પહોચી હતી જેથી ઈજાગ્રસ્ત પિતા પુત્રને મોરબી હોસ્પીટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે