New Delhi, તા.27
કેન્દ્ર સરકારની જાહેરાતનાં લગભગ 10 મહિના બાદ પછી પણ આઠમાં પગાર પંચની રચના નથી થઈ શકી. માનવામાં આવે છે કે તેનો લાભ મળવામાં વિલંબ થઈ શકે છે. લાંબી વાટ બાદ હવે કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકારને માંગ કરી છે કે પંચની રચનાની સુચના ઝડપથી જાહેર કરવામાં આવે.
બીજી બાજુ હાલમાં જ કેન્દ્ર સરકાર તરફથી સંકેત મળ્યા છે કે તે આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. સંભાવના છે કે કેન્દ્ર સરકાર આગામી મહિને જ સુચના જાહેર કરી શકે છે.હાલમાં જ કેન્દ્રીય સચીવાલય સેવા ફોરમે પંચની રચનામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે.
ફોરમ તરફથી વડાપ્રધાનને લખવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે સાતમા પગાર પંચ લાગુ થવાની તારીખથી લગભગ બે વર્ષ પુર્વે રચના કરવામાં આવી હતી. આથી પંચને વસ્તુઓનો ઉંડો અભ્યાસ કરવામાં અને ભલામણો કરવા માટે પર્યાપ્ત સમય મળ્યો.
હવે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને લઈને જાન્યુઆરી 2025 માં સ્વીકૃતિ આપી હતી. પરંતુ હજુ સુધી તેની રચના નથી થઈ શકી, જયારે સાતમા પગાર પંચનો સમયગાળો ઝડપથી (ડીસેમ્બર 2025) પુરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આઠમા પગાર પંચનો લાભ પણ કેન્દ્રીય કર્મચારીઓને મળવો જોઈએ. તેના માટે ઝડપથી પંચની રચના કરવી જોઈએ.

