Ahmedabad,તા.10
પોલીસ પણ નવી નવી ટ્રીક શોધી છે ત્યારે અમદાવાદના દાણીલીમડા પોલીસે ફરાર એક આરોપીને સોશિયલ મીડિયા અને વૈશ પલટો કરીને પકડી પાડ્યો છે. મહિલા પોલીસે આરોપી સાથે પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લઈ તેની ધરપકડ કરી લીધી છે.
મહિલા પોલીસે બુરખો પહેરીને આરોપીને ફસાવીને પકડી પાડયો છે. તોસિફ શેખ નામનો આરોપી જૂન મહિનાથી બે ગુનામાં વોન્ટેડ હતો. જોકે પોલીસને માત્ર એટલી માહિતી હતી કે આરોપીનું નામ તોસિફ છે.
પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ સફળતા મળતી નહોતી. ત્યારબાદ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈ આરોપીને પકડવામાં સફળતા મળી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે 15 જૂનના રોજ આરોપીએ પોતાના સાગરિત સાથે મળી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. પરંતુ તેને માત્ર તૌફિક નામ છે એટલી માહિતી હતી. પોલીસે તપાસ કરતા તૌફિક શેખ છે અને દાણીલીમડામાં રહે છે તે માહિતી મળી હતી.
આરોપી ચાલાક હતો કે ઘરે પણ આવતો ન હતો જેથી મહિલા પોલીસે સોશિયલ મીડિયામાં એક આઈ.ડી બનાવીને તૌફિક સાથે મિત્રતા કરી અને વાતચીત ચાલુ કરી હતી. આરોપીને ખયાલ ન હતો કે આ મહિલા પોલીસ છે.
આરોપીને રિવરફ્રન્ટ બોલાવીને મહિલા પોલીસે બુરખા ધારણ કરી તેને મળવા ગયેલ અને ત્યાં જઈને સમય ચાલાકીથી આરોપીને પકડી પાડેલ. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ 14 ગુનાઓ દાખલ થયેલ છે જેમાં ખંડણી, મારામારી સહિત જેલ તોડી ભાગવા જેવા ગુનાઓ છે. પોલીસે આરોપીને પકડી હાલ વધુ તપાસ શરૂ કરી છે.