Kotdasangani,તા.28
કોટડાસાંગાણી રવિ ભાણ સંપ્રદાયના પરમ પૂજય સંત શિરોમણી પુજય સદગુરુ શ્રી દાસી જીવણ સાહેબ ગુરુ શ્રી ભીમ સાહેબની તિથિ મહોત્સવ વિક્રમ સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ બીજને સોમવાર તારીખ ૩૧/૩/૨૦૨૫ ના પૂજય સંત શ્રી દાસી જીવણ સાહેબ ની જગ્યા કોટડાસાંગાણી ખાતે સમસ્ત કોટડાસાંગાણી પંચ ભાઈઓ દ્વારા ભક્તિ ભાવ સાથે ઉજવાશે સાંજે સંતોના સામૈયા ચાર કલાકે મહાપ્રસાદ સાંજે 6:00 કલાકે સંતવાણી રાત્રે 10:00 કલાકે રાખવામાં આવેલ છે જેમાં સંતવાણીના કલાકાર શ્રી સૌરાષ્ટ્રના પ્રખ્યાત ભજનિક ગોવિંદભાઈ વાણીયા તથા તેના ગુપ દ્વારા ભજન નો રસ થાળ પીરસશે અતિથિ વિશેષ ઉપસ્થિત સંતો મહંતો સવૅશ્રી ગુલાબ દાસ બાપુ ભીમ સાહેબની જગ્યા ગુરુ ગાદી આમરણ દાસી જીવણ સાહેબ નો ઘુણો દુદા બાપા જીવણ સાહેબ નો ભાડની આરો જેરામભાઈ ભીમ સાહેબની જગ્યા નવી મેગણી મનુ બાપુ ગોંડલ ( મઢી) ઓલ ગુજરાત દાફડા પરિવાર,હિમત ભાઈ દાફડા જીવણ સાહેબ ની જગ્યા ચોરણી અરવિદ ભાઈ જીવણ સાહેબને જગ્યા નાની મેંગણી મનસુખભાઈ દાફડા જમનાવડ પીપરીયા ધુળા ભગત જીવણ સાહેબની મઢુલી ભાડલા મૂળજીભાઈ દાફડા જીવણ સાહેબની જગ્યા સીમરણ જીવણ સાહેબની જગ્યા સણોસરા શ્રી કૃણાલભાઈ હમીરભાઈ દાફડા સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટ પ્રમુખ અમદાવાદ તથા સર્વે ધર્મ પ્રેમી ભાવિકોને દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા સર્વે કોટડા સાંગાણી પંચ ભાઈઓને જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે