Rajkot, તા.20
સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ગૌરવ એવા એઈમ્સ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાઓ માળખાને પ્રગતિ સાથે વધુ મજબૂત બનાવવા એઈમ્સ રાજકોટના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રો.ડો.ગોવર્ધન દત્તપુરી હસ્તે અત્યંત આધુનિક ઓપરેશન થિયેટરનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. એઈમ્સ સંસ્થાની ઝડપી પ્રગતિ ગતિશીલ નેતૃત્વ પુરૂ પાડવા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને ખુબ સારી સારવાર મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા એકઝીકયુટીવ ડિરેકટર પ્રો.ડો.ગોવર્ધન દત્તપુરીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન થિયેટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નવુ ઉદઘાટન કરાયેલ ઓપરેશન થિયેટર દર્દી સંભાળ વધુ સેવાઓ માટે ખાસ કરીને રાજકોટ અને આસપાસના પ્રદેશોના લોકોને ફાયદો પહોંચાડે છે. વિવિધ સર્જીકલ વિભાગોની કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો પણ કરશે સાથે આરોગ્ય સેવામાં અમારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી સર્જિકલ સંભાળની ગુણવતા અને સમય સાથે ઘણો વધારો કરશે. સલામતી, ટેકનોલોજી સાથે એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટિવ કે વિભાગે નવા ઓપરેશન થિયેટરને કાર્યરત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટીવ કેર વિભાગનુ પ્રતિનિધિત્વ પ્રો.ડો.વિક્રમ વર્ધન, સહાયક પ્રોફેસરો ડો.અભિલાષ ડી.મોટેગરે અને ડો.નિવેદિતા જે.બોદરા અને સિનિયર નર્સિંગ ઓફિસર ગીતાએ કર્યું હતુ. આ પ્રસંગે મહાનુભાવોમાં ડીન રિચર્સ પ્રો.ડો.સંજય ગુપ્તા અને ડેપ્યુટી ડિરેકટર એડમિનિસ્ટ્રેશન લેફટનન્ટ કર્નલ અંકુર પ્રતાપસિંહ અને એકાઉન્ટસ ઓફિસર શ્રીધર વસાણી હાજર રહ્યા હતા.