ભારતની એક પણ વિકેટ પડી નથી : જોકે વીજળીના જોરદાર કડાકા થતાં મેચ અટકાવવાનો નિર્ણય લેવાયો
Gaba તા.૮
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચમી અને છેલ્લી ટી૨૦ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. ભારતે ૫ મેચની સીરિઝ ૨-૧થી જીતી લીધી છે. બ્રિસ્બેનના ગાબામાં બંને ટીમો નિર્ણાયક ટી૨૦ મેચ રમી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ભારતે ૪.૫ ઓવરમાં ૫૨ રન બનાવી લીધા હતા. ત્યાર બાદ વરસાદ શરૂ થતા મેચ અટકાવવી પડી અને અંતે રદ કરવી પડી.
પાંચમી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ તરફથી વાઇસ કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યાં હતા. ભારતના બંને ઓપનિંગ બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે આક્રમક શરૂઆત કરી મેચમાં વરસાદ ખલેલ પહોંચાડે એ પહેલા ભારતે ૪.૫ ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ ૫૨ રન પણ બનાવી દીધા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાય રહેલી આ પાંચમી ટી૨૦ મેચ રદ થઈ ગઈ છે. આ સીરિઝની પહેલી મેચ પણ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. બીજી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટે જીત મેળવી હતી. જ્યારે ત્રીજી ટી૨૦ મેચમાં ટીમ ઇન્ડિયાએ વાપસી કરતા ૫ વિકેટે જીત મેળવી હતી. ચોથી ટી૨૦ મેચમાં પણ ભારતે જ જીત નોંધાવી અને સીરિઝમાં ૨-૧થી લીડ બનાવી હતી. આમ ટીમ ઇન્ડિયા ૨-૧થી આ ટી૨૦ સીરિઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ૫મી ્૨૦ૈંમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરતા અભિષેકે ્૨૦ૈંમાં સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડ્યો છે. અભિષેક શર્મા બોલની દ્રષ્ટિએ આ ફોર્મેટમાં ૧૦૦૦ રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો તેની સાથે તેણે અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા છે. અભિષેક શર્માએ માત્ર ૫૨૮ બોલ રમીને ્૨૦ૈંમાં ૧૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે. અભિષેક પહેલાં, સૂર્યકુમાર યાદવે ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. સૂર્યકુમાર યાદવે ૫૭૩ ઇનિંગ્સમાં ્૨૦ ઇન્ટરનેશનલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ફિલ સોલ્ટે ૫૯૯ બોલ રમીને આ ફોર્મેટમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

