Surendranagar,તા.15
સુરેન્દ્રનગર શહેરના વઢવાણમાં 80 ફુટ રોડ પરની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા સાગરભાઈ મુળજીભાઈ વાઘેલા ગાંધી હોસ્પિટલમાં ઓડીયોલોજીસ્ટ તરીકે નોકરી કરે છે. વઢવાણ જીઆઈડીસીમાં આવેલ સંતોષ પાર્ક સોસાયટીમાં તેમની માલિકીનો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં મુળ વઢવાણના બલદાણાના અરવિંદ રઘુભાઈ જીડનું મકાન આવેલુ છે. જેઓએ સાગરભાઈના પ્લોટમાં દબાણ કર્યુ હોય છેલ્લા 6 માસથી તેમની વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવે છે.
સાગરભાઈના પિતા મુળજીભાઈ વાઘેલા હાલ જસદણ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. અને જુનાગઢ પીટીસીની તાલીમમાં હોઈ શનિ-રવિની રજામાં ઘરે આવ્યા હતા. ગત તા. 12મીએ બપોરે સાગરભાઈના પ્લોટમાં મકાન અને દુકાન બનાવવાનું કામ ચાલુ હોય અને તેમાં ધાબુ ભરવાનું હોય તેઓ ત્યાં હતા.
આ સમયે યુટીલીટી લઈને અરવિંદ જીડ નીકળ્યો હતો અને રસ્તામાં મીલર આડુ પડયુ હોઈ રસ્તો કેમ બંધ કર્યો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. આથી મુળજીભાઈએ સાઈડમાંથી નીકળી જાવ તેમ કહેતા અરવિંદ જીડ, તેની માતા અને પત્ની, હેમુ, બાબુ ભુવા, ભવાન, ખોડા સહિતનાઓએ એક સંપ કરી સાગરભાઈ અને તેમના પિતા મુળજીભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી.
થી તેઓને દવાખાને લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે અરવિંદભાઈ રઘુભાઈ જીડે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ સાગરે 3-4 માસ પહેલા પ્લોટ બાબતે અરજી કરી હતી. જેમાં બન્ને વચ્ચે સમાધાન થઈ ગયુ હતુ. પરંતુ સાગર અને તેના પિતા મુળજી અવારનવાર એટ્રોસીટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હતા.
તા. 12-10ના રોજ તેઓ યુટીલીટી લઈ ઘર તરફ જતા હતા. ત્યારે મીલર અને બાઈક મુકી રસ્તો બંધ કરી દેવાયો હોઈ તેઓએ રસ્તો ખુલ્લો રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા મુળજીએ હું પીએસઆઈ છુ, કાર અહીંથી નહી જવા દઉ તેમ કહી અપશબ્દો બોલી પિતા-પુત્ર, મુળજીની પત્ની અને દિનેશભાઈએ અરવિંદભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં અરવિંદભાઈને દવાખાને લઈ જવાયા હતા. આ બનાવની સામ-સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.