Rajkot.તા.29
લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલી બેકરીએ છુટા પૈસાની માથાકૂટમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારમારી થઇ હતી. જેમાં ત્રણને ઇજા પહોંચી હતી. આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધવવામાં આવી છે. બનાવ અંગે લક્ષ્મીવાડી શેરી નં. 10 બાલકિશોર વિદ્યાલય સામે રહેતા અને બીસીએમાં અભ્યાસ કરનાર દિવ્ય દીપકભાઈ કરચલીયા (ઉ.વ 20) નામના સોની યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક અજાણ્યો ગ્રાહક તથા તેના પિતા અને માતા તેમજ એક અજાણી યુવતીના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અભ્યાસની સાથે ઘરની નીચે આવેલી તેમની રામેશ્વર બેકરીમાં પણ બેસે છે. ગઈ તા. 26/10 ના રાત્રીના આઠેક વાગ્યે તે અહીં બેકરી એ હતો ત્યારે 20 થી 25 વર્ષનો એક શખસ અહીં અમુલ ગોલ્ડની દૂધની થેલી લેવા આવ્યો હતો તેને થેલી આપ્યા બાદ તેણે રૂપિયા 100 ની નોટ આપી હતી જેથી યુવાને તેને છૂટા પૈસા કહેતા તેણે છૂટા પૈસા ન હોવાનું કહ્યું હતું. જેથી યુવાને બીજીવાર ગમે ત્યારે આવો ત્યારે આપી દેજો તેમ કહેતા આ શખસે સીધી ગાળ આપી હતી.
જેથી યુવાન કાઉન્ટર પરથી બહાર નીકળી ગાળ ન બોલવા સમજાવતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે નીચે પડી ગયો હતો. બાદમાં તે બહાર જઈ કોઇને ફોન કરતો હોય જે અંગેની જાણ રાહદારી યુવાને જાણ કરતા તે કારમાંથી ધોકો લઈને આવ્યો હતો. દરમિયાન આ શખસના માતા-પિતા અને એક યુવતી અહીં આવી હતી અને આ શખસના પિતાએ યુવાને ઝાપટ મારી તેની સાથે રહેલ મહિલાએ યુવાનને પંજાના ભાગે તથા ગુપ્તભાગે બટકું ભરી લીધું હતું.
તેમજ ધોકા વડે માર મારી આ શખસના પિતાએ યુવાનનું માથા દિવાલ સાથે ભટકાડ્યું હતું. યુવાનના પિતા તથા તેના કાકાનો દીકરો અહીં આવી જતા તેને છોડાવ્યો હતો. આ હુમલામાં યુવાનના ખિસ્સામાં રહેલ બે મોબાઈલ ફોનમાં ધોકાના ઘા માર્યા હોય જેથી રૂપિયા 82,000 ની નુકસાની થઈ હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. ઘટના અંગે યુવાનની ફરિયાદ કરતી ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાપક્ષે અમન ભરતભાઈ ગોહેલ(ઉ.વ 25 રહે. ગંજીવાડા મેઈન રોડ, આશાપુરા ચોક શેરી નંબર 9) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યાજ્ઞિક રોડ પર પુમાના શોરૂમમાં છેલ્લા એક મહિનાથી નોકરી કરે છે અને સાથે બી.કોમ. નો અભ્યાસ કરે છે. તે અહીં લક્ષ્મી વાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધ લેવા ગયો હતો ત્યારે 100 ની નોટ આપતા અહીં કાઉન્ટર પર બેઠેલા શખસે છૂટા પૈસા આપવાનું કહ્યું હતું.
જેથી તેણે ના કહેતા દુકાનદારે તમે કેવા છો તેવું બે વાર પૂછતા યુવાને દલિત હોવાનું કહેતા જ્ઞાતિ અંગે અપમાનિત કરી તેને લાફો મારી ઝપાઝપી કરી પછાડી દીધો હતો તેમજ ઢીકાપાટુનો મારમારતા થોડીવાર માટે બેભાન થઈ ગયો હતો. બાદમાં તેને પોતાનું એકટીવા અહીં રાખી પિતાને ફોન કર્યો હતો. જેથી તેનો પિતા તથા બહેન આંચલ (ઉ.વ 17) એકટિવા લઈને આવેલ અને પિતાએ પૂછ્યું હતું કે કોણ હતું.
તને મારવામાં જેથી આ દુકાનદાર અહીં ચોકમાં ઉભો હોય અને તેના હાથમાં લાકડાનો ધોકો હોય તેના તરફ ઈશારો કરતા આ શખસે તેના પિતાને પણ જ્ઞાતિ અંગે અપમાનિત કરી લાકડાનો ધોકો મારવા જતા આંગળીમાં ઈજા થઈ હતી ઝઘડો ચાલુ હતો ત્યારે યુવાનના માતા આવી જતા દુકાનદારના અન્ય ત્રણ સંબંધી વ્યક્તિઓ અહીં આવ્યા હતા. યુવકના પિતા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા જે અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

