Morbi,તા.27
માળિયા સરકારી હોસ્પિટલ પાછળ વાડીમાં કુટુંબીજનો વચ્ચે જમીન બાબતે ચાલતા મનદુઃખમાં મારામારી થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
માળિયાની સરકારી હોસ્પિટલ પાછળ વાડીમાં રહેતા સમીરાબેન અકબરભાઈ મોવારે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ તથા તેના કાકાજી ગફારભાઈ ને જમીન બાબતે મનદુઃખ ચાલતું હોય અને તેના કાકા ગફારભાઈનો આરોપી યુસુફ ઉર્ફે ચિટર કારદભાઈ જેડા સગો સાળો થતો હોય જેનો ખાર રાખી આરોપી યુસુફ કારદરભાઈ જેડા અને સાહિલ યુસુફભાઈ જેડા એ થાર ગાડી તથા મોટર સાઈકલમાં હાથમાં ધારિયા તથા છરી જેવા હથિયારો સાથે આવી ફરી સમીરાબેન તથા સાહેદોને ગાળો આપી ઝપાઝપી કરી સામાન્ય ઈજા કરી સમીરાબેન ના ઘરે પડેલ બ્રેજા કારમાં તોડફોડ કરી નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે