Dhorajiતા.23
ધોરાજીના બહારપુરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે કૌટુંબિક પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયુ હતું. સામસામે થયેલા હુમલામાં ધોકા, તલવાર, છરી ઉપરાંત છૂટા પથ્થરના ઘાં કરવામાં આવતા વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. હુમલામાં કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થયાં હતા જયારે બંને પક્ષે પોલીસે કુલ 14 મહિલાઓ સહીત 33 વિરુદ્ધ હુમલો, રાયોટિંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
મામલામાં ધોરાજીના બહારપુરા સ્થિત લાલશાહબાપુની દરગાહ પાસે રહેતા અને ડ્રાયવિંગનો વ્યવસાય કરતા 21 વર્ષીય યુવાન ફૈઝલભાઈ ઉર્ફે ફજલ અમીનભાઈ ગરાણાએ ધોરાજી સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા 16 કૌટુંબિકોના નામ આપતાં જણાવ્યું હતું કે, મારા પરીવારમાં પત્ની ફાતેમા ઉ.વ. ૨૦, આંઉં માતા-પિતા સાથે રહું છુ. ગઈ તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે હું મારા ઘર પાસે બેઠો હતો. ત્યારે મારા કાકાનો દીકરો મોઈનુદ્દીન ઉ.વ.૧૨. મારી પાસે આવીને કહેલ કે, આપણા ઘરથી થોડે દુર રહેતા આપણા કૌટુંબીક સંબંધીઓ આપણને ગાળો આપે છે. જેથી મે આં બાબતે ઘરે વાત કરતા હું તથા મારા કાકા સબીરભાઈ, મોટા બાપાનો દીકરો સબર,મામા ઈમરાન સોંઢા, કાકા સીકંદરભાઈ,એજાજ,અબ્દુલ, કાકાનો દીકરો અલ્ફાજ, ફઈનો દીકરો ઇમ્તીયાજ, કાકાનો દીકરો મકસુદ, નાના ઈસ્માઈલભાઈ ઉર્ફે પદમભાઈ સોઢા, માતા નરગીસબેન, બહેન ફાતેમા, મોટા બા સબાનાબેન, કાકી જૈનબબેન, ફઈ આસ્તાનાબેન અને ફઈની દીકરી આમેનાબેન પ્રથમ નાલબંધ ચોકમાં અને ત્યાથી ભાવાગોર ચોક ખાતે ગયેલ હતા. અમારા કૌટુંબીક સબંધીઓ મેજુબેન આસીફભાઈ ગરાણા, મેજુબેન હુસેનભાઈ ગરાણા, અકીલાબેન બૌદુભાઈ ગરાણા, હસીનાબેન મુખ્તારભાઈ ગરાણા, હનીફાબેન હનીફભાઈ ગરાણા, અસ્માબેન તોફીકભાઈ ગરાણા, મોહસીનાબેન જમાલભાઈ, સબાનાબેન સિકંદરભાઈ, સિમાબેન હનીફભાઈ, હુસેનભાઈ હનીફભાઈ ગરાણા, તોફીક ઉર્ફે ગાભો હનીફભાઈ ગરાણા, ફૈઝાન ઉર્ફે મોગલી હનીફભાઈ ગરાણા, આસીફ ઉર્ફે આલો હનીફભાઈ ગરાણા, અહેમદ હનીફભાઈ ગરાણા, સમીર હનીફભાઈ ગરાણા, મમુ સિકંદરભાઈ ગરાણા વગેરે અગાશી પરથી પથ્થર, ગેસનો બાટલો, લાઠીના કટકા, લોખંડના સળીયા અને ઠીકરાનો છૂટો ઘા કરવા લાગેલ હતાબીજી બાજુ વળતી ફરિયાદ નોંધાવતા તૌફીકભાઈ ઉર્ફે ગાબો હનીફભાઇ ગરાણાએ પાંચ મહિલા સહીત 17 શખ્સોંનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે હું તથા મારી પત્ની અસ્માબેન, સાવકી માતા તથા હનીફાબેન, ભાઈ આસીફ, આસીફની પત્ની મેજબીનબેન, બહેન અકીલા અમારા ઘર પાસે બહાર ઊભા હતા તે વખતે બાવાગૌર ચોક તરફથી આશરે વિસ લોકોનું ટોળુ અમારા ઘર પાસે ધસી આવેલ હતું. જેમાં સબીરભાઈ ઈબ્રાહીમભાઈ, સબ૨ યાસીનભાઈ નાલબંધ, ઈમરાન સોઢા હાથમાં તલવારો હતી. સીકંદરભાઈ નાલબંધના હાથમાં લોખંડનો પાઈપ, ફજલ અમીન નાલબંધના હાથમાં છરી, એજજ કાદરભાઈ નાલબંધ, અબ્દુલ કાદરભાઈ, એઝાઝ સીકંદરભાઈ નાલબંધ, ઇમ્તિયાઝ ફીરોજભાઈ નાલબંધ, મકસુદ સબીરભાઈ નાલબંધ, ઈમરાન સોઢાના પિતા પદમભાઇ સોઢા, નરગીસબેન અમીનભાઈ નાલબંધ, ફાતેમાબેન અમીનભાઈ, સબાનાબેન યાસીનભાઈ, જેનબ સબીરભાઈ નાલબંધુ, આસ્તાનાબેન ફીરોજભાઇ, આસ્તાનાની દીકરી આમેનાબેનના હાથમાં પથ્થર હતા.
બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૦/૦૪/૨૦૨૫ ના રોજ મારા કુટુંબમાં લગ્નનો પ્રસંગ હોય ત્યારે મારે અમીનભાઈ ઈબ્રાહીમભાઈ નાલબંધ સાથે માથાકુટ થયેલ હતી જે વાતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.