Jamnagar તા ૧૭
જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુવન સોસાયટીમાં રહેતા રાકેશસિંહ લક્ષ્મણસિંહ યાદવ નામના પરપ્રાંતિય યુવાને કાચનો કચરો ફેંકવાના પ્રશ્ને પોતાના ઉપર તેમજ પોતાની માતા ઉપર ચપ્પલ વડે હુમલો કરી ધાક ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા હંસાબેન જગદીશભાઈ ચાવડા તેનો ૧૬ વર્ષનો એક પુત્ર તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી દ્વારા તૂટેલા કાચનો કચરો ફરિયાદીના ઘર પાસે ફેંકવામાં આવ્યો હોવાથી તેની ના પાડવા જતાં બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો, અને આરોપીઓ ધસી આવ્યા હતા, જેઓએ ચપ્પલ વડે માર મારી, ધમકી આપ્યાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.