Morbi,તા.26
વાંકાનેરના અમરસર ગામમાં બજારમાં માલઢોર નહિ રાખવાનું કહેતા મારામારી થવા પામી હતી જેમાં બંને પક્ષે છુટા હાથની મારામારી કરી ગાળાગાળી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે જેથી વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
અમરસર ગામના વિપુલભાઈ વિભાભાઇ ફાંગલીયાએ આરોપીઓ ભાયાભાઈ ઝાલાભાઇ ગમારા, મહિપાલ ભાયાભાઈ ગમારા, સુનીલભાઈ ભાયાભાઈ ગમારા, ઝાલાભાઈ ઉકાભાઈ ગમારા, ગોવિંદભાઈ ઝાલાભાઇ ગમારા, પરબતભાઈ ઝાલાભાઈ ગમારા, હિન્દુભાઇ ઘોઘાભાઇ ગમારા, ભીખુભાઈ ઝાલાભાઈ, દેવાભાઈ ચકુભાઈ ગમારા, રાજુબેન ભીખુભાઈ, મોઘીબેન ભાયાભાઈ રહે બધા અમરસર વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી વિપુલે આરોપી ભાયાભાઈને માલઢોર બજારમાં નહિ રાખવાનું કહેતા સારું નહિ લાગતા લાકડી વડે માર મારી તેમજ અન્ય આરોપીઓએ લાકડી અને પાઈપ વડે શરીરે અને માથામાં મારી ઈજા કરી ગાળો આપી હતી
સામાપક્ષે ફરિયાદી મહિપાલ ભાયાભાઈ ગમારાએ આરોપીઓ વિપુલ વિભાભાઇ ફાંગલીયા, વિભાભાઈ વેલાભાઇ ફાંગલીયા, ભગવાનજીભાઈ મચ્છાભાઈ ફાંગલીયા, સુરેશભાઈ મચ્છાભાઈ ફાંગલીયા, વિક્રમભાઈ વિભાભાઈ ફાંગલીયા, દશરથભાઈ ભગવાનજીભાઈ ફાંગલીયા, પ્રકાશભાઈ ભગવાનજીભાઈ ફાંગલીયા, સંજયભાઈ ભગવાનજીભાઈ ફાંગલીયા, પબાભાઈ મચ્છાભાઈ ફાંગલીયા, કાનાભાઈ પબાભાઈ ફાંગલીયા રહે બધા અમરસર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓને અગાઉ ખેતરમાં ભેંસો ગયેલ જે બાબતે બોલતા ચાલતા ના હતા અને આજે ભેંસ સાથે ગાડી અડી જતા બોલાચાલી થતા આરોપીઓએ લાકડીઓ સાથે આવી ભાયાભાઈને માથામાં અને ખભાના ભાગે ફ્રેકચર કરી તેમજ લાકડીઓ સાથે આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મકાનની બારી અને બાઈકમાં નુકશાન કરી શેરીમાં આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે