Morbi, તા.25
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં કોઈ કારણોસર પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો જેથી બંને પક્ષીથી મારામારી કરવામાં આવતા ઈજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
આરોગ્ય નગર શેરી નંબર ત્રણ માં રહેતા પરેશભાઈ મહેશભાઈ પતલીયા (25) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મંજુબેન જીવાભાઈ, કોમલબેન રાહુલભાઈ અને રાહુલ જીવાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મંજુબેને તેને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો તેમજ કોમલબેનને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી. તેને ઈજા કરી હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા.
જ્યારે સામાપક્ષેથી રાહુલભાઈ જીવરાજભાઈ મણસુરીયા (25)એ સવિતાબેન મહેશભાઈ પતરિયા, અલ્પેશ મહેશભાઈ પતરિયા અને પરેશ મહેશભાઈ પતરિયા રહે બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીને પથ્થરનો ઘા મારી અને લાકડી મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી હાલમાં ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.