Morbi,તા.02
નવલખી રોડ પર ધુતારી વિસ્તારમાં ઇંટોના ભઠ્ઠામાં મજુરોના કામ કરવા બાબતે ગાળો આપી ચાર ઇસમોએ મહિલા સહિતના બેને માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના વાવડી રોડ પર રવિપાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલછોડ (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ દામજી ઉર્ફે ટીનો જીવરાજ મંડલી, રેખાબેન દામજીભાઈ મંડલી, દામજીભાઈના સાળી અલ્પાબેન અને ઇમરાન રિક્ષાવાળા એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નવલખી રોડ પર ધુતારી વીસ્તારમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા ત્યારે આરોપી દામજીએ ફરિયાદીને મજુરોના કામ કરવા બાબતે જેમ્ફાવે તેમ ગાળો આપી હતી અને અન્ય આરોપીઓએ ફરીયાદી મનસુખભાઈ અને શિલ્પાબેનને ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો આરોપી દામજીએ મનસુખભાઈને માથામાં લાકડાનો ધોકો મારતા શિલ્પાબેન તેને છોડાવવા જતા આરોપી ઈમરાને છરીનો એક ઘા સાથળના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે