Jamnagar તા.3
જામનગરમાં દેવ ઉઠી અગિયારને પગલે શહેરના વિકાસ ગ્રહ રોડ પર ફટાકડાનો સ્ટોલ ઊભો કરાયો હતો. જ્યાં ફટાકડાની ખરીદી અર્થે ગયેલા યુવાન પર ફટાકડાના વિક્રેતાઓએ હુમલો કર્યો હતો. દાતરડા વડે ગ્રાહક ઉપર હુમલો કરવા મામલે બે વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ફટાકડાના વેપારીએ પણ પોતાના પર હુમલો કરવા અંગે ગ્રાહક સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.
વિગત અનુસાર જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસના બ્લોકમાં રહેતા બે વેપારી ભાઈઓ સાહિલ મનીષભાઈ ઠક્કર અને ઉદય મનીશભાઈ ઠક્કર કે જે બંને વિકાસ રોડ પર ફટાકડાના સ્ટોલ ઉભો કરીને ગઈકાલે દેવ દિવાળીના તહેવારના અનુલક્ષીને ફટાકડા નું વેચાણ કરી રહ્યા હતા. જે દરમિયાન રાંદલ નગર વિસ્તારમાં રહેતો હરપાલસિંહ નવલસિંહ ઝાલા નામનો યુવાન ફટાકડાની ખરીદી કરવા માટે આવ્યો હતો, જ્યાં ફટાકડા ના બિલ ના પૈસા ની લેતી દેતી ના મામલે વેપારી અને ગ્રાહક બંને વચ્ચે તકરાર થઈ હતી,
અને બંને આરોપી વેપારી ભાઈઓએ દાતરડા વડે હરપાલસિંહ જાડેજા પર હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત બન્યો હતો, અને તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ હાથમા ટાંકા લેવા પડ્યા હતા.આ મામલે હરપાલસિંહ ઝાલાએ બંને હુમલાખોર ભાઈઓ સાહિલ અને ઉદય સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ વેપારી ઉદય મનીષભાઈ ઠક્કરે પણ પોતાના ઉપર અને પોતાના ભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ગ્રાહક હરપાલસિંહ ઝાલા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર ફટાકડાની ખરીદી બાદ આરોપીને ફટાકડા ના રૂપીયા આપવાનુ કહેતા આરોપીએ કહ્યું કે મારા ખીસ્સામા હાલ પૈસા નથી થોડીક વારમા તને દઇ જાવ. તેમ વાત કરી હતી. જેથી વેપારીએ આરોપીને હા કહેલ અને થોડીવાર પછી દઇ જાજો તેમ વાત થઈ હતી.
આથી થોડીવાર પછી આરોપી ફરી ફટાકડાના સ્ટોલે આવ્યો હતી અને આરોપી ફટાકડા ના ભાવતાલ કરવા લાગેલ અને જેથી ફરીયાદીએ કહ્યું કે લ તમારા ફટાકડા ના 1400 રૂપીયા થાય છે. જેથી આરોપી એ ફરિયાદીના ક્યુંઆર કોડ સ્કેનર પર રૂપીયા 700/-ગુગલ પે કર્યા હતા. બાદમાં વેપારીએ કહ્યું કે કે હજી તમારે 700/- રૂપીયા આપવાના છે.
આથી આરોપી એકદમ ઉશ્કેરાય ગ્યો હતો અને વેપારી અને તેના મોટાભાઇને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીને ભુંડી ગાળો બોલવાની ના પાડતા શરીરે જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલ તેવામા ફરી. રાડારાડી કરવા લાગતા આ આરોપી નાશી છૂટ્યો હતો અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

