Morbi,તા.23
પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં ફોટો પાડવા બાબતે બે અજાણ્યા સહિતના ચાર ઇસમોએ મારામારી કરી યુવાનને લાકડી વડે ફટકારી ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા પરેશભાઈ લાખાભાઈ પરેશાએ આરોપીઓ યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા અને તેની સાથે આવેલ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પરેશભાઈ અન્ય મિત્રો સાથે વાંકાનેરની પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ગયા હતા જ્યાં ફોટો પાડતા હતા જે સારું નહિ લાગતા આરોપીઓએ બોલાચાલી અને ઝઘડો કરી પરેશભાઈને ઢીકાપાટૂ માર મારી લાકડી વડે મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે