Morbi,તા.19
અહિયાં કેમ ભેગા થયા કહીને ચાર ઇસમોએ હુમલો કર્યો, છરી વડે ત્રણને ઈજા
વાંકાનેરના વિસીપરામાં યુવાનોને ઝઘડો થયા બાદ તેનું સમાધાન થઇ યુ હતું અને કેબીને બધા બેઠા હતા ત્યારે ચાર ઇસમોએ આવીને અહિયાં કેમ ભેગા થયા કહીને બોલાચાલી કરી છરી વડે યુવાન સહીત ત્રણને ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર શહેરના વિસીપરામાં રહેતા સોહિલ મેહબૂબ કટિયા (ઉ.વ.૨૦) નામના યુવાને આરોપીઓ રમેશભાઈ રબારી, સાગર રમેશભાઈ રબારી, બંસી રમેશભાઈ રબારી અને પીન્ટુ ઉર્ફે ઠુઠો કોળી રહે બધા વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૭ ના રોજ રાત્રીના નવ સાડા નવેક વાગ્યે કુટુંબી કાકા રહીમભાઈ રાયધનભાઈ મોવારના ફોનમાં ફોન આવ્યો કે વિસીપરામાં અહેમદ કટિયા અને ઋતુરાજસિંહને લપ થઇ છે જેથી ફરિયાદી સોહિલ, રહીમ કાકા અને સાગર ભૂપત કોપી તેમજ મોઈન અબાસ જેડા બધા વિસીપરા સ્મશાન રોડ પર ભોપાભાઈની કેબીને ગયા હતા જ્યાં અહેમદ કટિયા અને ઋતુરાજસિંહ દરબારના ઝઘડાનું રહીમ કાકાએ સમાધાન કરાવ્યું હતું થોડીવારમાં આરોપીઓ રમેશ, તેનો દીકરો સાગર અને બંસી આવી ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યા હતા
આરોપીઓએ તમે લોકો અહિયાં કેમ ભેગા થયા છો કહીને સાગર અને બંસી બંને પાસે છરી હોય જેના વડે આડેધડ ઘા કરવા લાગ્યા જેમાં ફરિયાદી સોહિલને પેટમાં એક ઘા લાગ્યો હતો અને રહીમ મોવર વચ્ચે પડતા તેને પણ છરી વડે ઈજા કરી તેમજ સાગર ભૂપત કોળી વચ્ચે પડતા તેને પણ બે ત્રણ ઘા મારી ઈજા કરી ઝપાઝપી થઇ હતી તેમજ પીન્ટુ કોળી અને રમેશ રબારીએ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને હવે અહિયાં આવો તો મારી નાખવા છે કહીને ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે