Mumbai,તા.03
બોલીવૂડ ફિલ્મ નિર્માતાઓ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના બ્લેકમેઇલિંગ તથા ખંડણીની માગણીથી ત્રાસી ગયા છે.
નિર્માતાઓનાં એક મોટાં સંગઠન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડયૂસર્સ કાઉન્સિલ દ્વારા પ્રગટ કરાયેલાં એક જાહેર નિવેદન અનુસાર નિર્માતાઓ આ ત્રાસને નાથવા માટે કાનૂની સલાહ લેવાના છે.
કાઉન્સિલનાં સ્ટેટમેન્ટ અનુસાર આ ઈન્ફ્લુએન્સર્સ પોઝિટિવ રિવ્યૂ માટે પૈસા માગે છે. પૈસા ન મળે તો ફિલ્મ કે ટીવી પ્રોજેક્ટ માટે અનાપશનાપ પોસ્ટ કરવાની ધમકીઓ આપે છે. તેઓ સંબંધિત પ્રોડયૂસર કે પ્રોજેક્ટ માટે ટાર્ગેટેડ કેમ્પેઈન ચલાવવાની ધમકીઓ પણ આપે છે. તેના કારણે નિર્માતાઓ પર આર્થિકબોજ વધી રહ્યો છે.
આ મુદ્દે સિવિલ કે ક્રિમિનલ કેસ કરવા માટે કાનૂની સલાહ મેળવવામાં આવી રહી હોવાનું સંગઠન દ્વારા જણાવાયું છે.